આગામી 12મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તો સાથે જર્મનીના વાઇસ ચાન્સેલર પણ આવી રહ્યા છે. વીવીઆઇપીઓની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ નરેન્દ્ર મોદી તથા જર્મનીના વાઇસ ચાન્સેલર આવશે
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 12 જાન્યુઆરીના રોજ સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં પીએમ નરેન્દ્ર મોદી તથા જર્મનીના વાઇસ ચાન્સેલર પધારવાના છે જેથી રસ્તાઓ પરથી પસાર થતો ટ્રાફિક પ્રતિબંધીત અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યો છે.














