અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જે ગુનામાં ચાંદખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, ફ્લેટના બેઝમેન્ટમાં પ્રવેશ કરવા અંગે યુવક સાથે માથાકૂટ કરી તેને માર મારી આરોપીઓ રોફ જમાવતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીઓ વર્ચસ્વ જમાવવા માટે આ પ્રકારની હરકત કરતા હતા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મયંક જોશી નામના યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.. ચાર જાન્યુઆરીની રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ વર્ચસ્વ જમાવવા માટે આ પ્રકારની હરકત કરતા હતા. સાથે જ ફ્લેટના બેઝમેન્ટમાં તેમની બેઠક હોવાથી કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરે તો તેની સાથે ગેરવર્તન કરતા હોવાનું પણ સામે આવ્યું છે..













