અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. આ ગેમ્સને લઈને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની AGM મળી હતી. જેમાં 2025-26 માટેની રણનીતિ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આવતીકાલે નેશનલ એથલીટ્સ ફોરમ યોજાશે. એથલિટ્સના અધિકાર અને ગવર્નન્સ મુદ્દે આ ફોરમમાં ચર્ચાઓ થશે. એન્ટી ડોપિંગ અને મેન્ટલ હેલ્થના મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવશે.


અમદાવાદમાં ઓલિમ્પિકને લઇ AGM મળી

અમદાવાદમાં યોજાયેલી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની AGMમાં પી.ટી.ઉષા પણ હાજર રહ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં સ્પોર્ટ્સ ખૂબ જ સારૂ ચાલી રહ્યું છે. ઈન્ડોર ગેમ્સ પણ સારી ચાલે છે. અમદાવાદ સ્પોર્ટ્સ માટેનું ભવિષ્ય બની રહ્યું છે. અમે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદમાં છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, નેશનલ ખેલ એકેડેમી ફરી શરૂ કરવામાં આવી છે. આ એકેડેમીમાં ખેલાડીઓને કોચિંગ આપવામાં આવશે. ખેલાડીઓને પહેલા સાત લાખ રૂપિયા મળતા હતાં જે સાત વર્ષથી બંધ હતાં. કોમનવેલ્થ યોજાવા જઈ રહ્યું છે ત્યારે નિયમ પ્રમાણે ખેલાડીઓને ફાઈનાન્સિયલ સપોર્ટ પણ કરવામાં આવશે.

આવતીકાલે નેશનલ એથલીટ્સ ફોરમ યોજાશે

અમદાવાદમાં પહેલીવાર 60 એથ્લેટ્સ સાથે એક નેશનલ એથ્લેટ ફોરમ યોજાશે. ખેલાડીઓને સામેલ કરીને ટોટલ 3 સેશનમાં નેશનલ એથ્લેટ ફોરમ આવતીકાલે યોજાશે. અલગ અલગ રમતના ખેલાડીઓ આ એથ્લેટ ફોરમમાં ભાગ લેશે. AGMમાં નેશનલ સ્પોર્ટ્સ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. કોચ અને ફાઈનાન્શિયલ રીતે એસોસિએશન બધી જ સમસ્યા પર ધ્યાન આપી રહ્યું છે. 2030 અને 2036 માટે સરકાર ખૂબ સારી તૈયારીઓ કરી રહી છે.


આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ


  • Follow us on: