આગામી 14મી જાન્યુઆરીએ રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ ઉજવાશે. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. જેમાં ચાઈનિઝ દોરીના કારણે અનેક પ્રકારના બનાવો સામે આવે છે. પશુ અને પક્ષીઓને ગંભીર ઈજાઓ પહોંચે છે. જ્યારે રસ્તા પર જતા વાહન ચાલકોના ગળા કપાય છે. આ દોરીથી ઘણીવાર મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુદ્દે આજે સુનાવણી યોજાઈ હતી.


ચાઈનીઝ દોરીના ઉપયોગને લઈને હાઈકોર્ટમાં સુનાવણી

હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને લઈને હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. સરકારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા જવાબમાં કહ્યું હતું કે, પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા છે. જ્યારે 477 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિબંધિત દોરી અંગે ચેકીંગ થઈ રહ્યું છેઃ સરકાર

સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, 2.67 કરોડના 71819થી વધુ દોરા અને સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એવું પણ કહ્યું હતું કે, જનજાગૃતિ માટે સરકારે 342 જેટલી પબ્લિક મીટિંગ પણ કરી હતી. હાલમાં રાજ્યમાં પ્રતિબંધિત દોરી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ


  • Follow us on: