અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા GIDC વિસ્તારમાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેરાળા જીઆઈડીસીમાં 15 વર્ષની એક સગીરાએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સગીરાએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, કેરાળા GIDC વિસ્તારમાં રહેતી સગીરાએ અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા એક ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા. સગીરાએ આવું આત્યંતિક પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી, કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સગીરાના પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. એક નાની ઉંમરની બાળકીએ મોતના માર્ગે જવાનું પસંદ કરતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે. આ સાથે સગીરા સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,4 લોકોની કરાઇ ધરપકડ



  • Follow us on: