અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તેની મોટી અસર જોવા મળી છે. અહીં નવા બનેલા રેલવે અંડરપાસનો મુખ્ય રસ્તો સીધો જ સ્મશાનમાં પૂરો થતો હતો, જેના કારણે છેલ્લા 6 મહિનાથી રસ્તાનું કામ અધ્ધરતાલ અટકી પડ્યું હતું. આ અજીબ ગરીબ એન્જિનિયરિંગ અને તંત્રની લાપરવાહીને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. સંદેશ ન્યૂઝે આ જનસમસ્યાને પ્રમુખતાથી દર્શાવતા આખરે ઊંઘતું તંત્ર જાગ્યું છે અને નડતરરૂપ સ્મશાનને હટાવવાની કામગીરી હાથ ધરી છે.


તંત્રએ ભૂલ સ્વીકારી સ્મશાન ખસેડ્યું

અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના સમયમાં જ તંત્રએ પોતાની ભૂલ સુધારી છે અને રસ્તામાં અવરોધરૂપ બનતા સ્મશાનના માળખાને ત્યાંથી દૂર કર્યું છે. સ્મશાન હટતા હવે અટવાયેલા રસ્તાનું કામ ફરી ગતિ પકડશે અને અંડરપાસ વહેલી તકે કાર્યરત થશે, જેનાથી ત્રાગડ અને આસપાસના રહેવાસીઓને વાહન વ્યવહારમાં મોટી રાહત મળશે. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સંદેશ ન્યૂઝે જનતાના પ્રશ્નોને વાચા આપીને ફરી એકવાર સચોટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Vadodara News : પૂર્વ બુટલેગરનો સનસનીખેજ વીડિયો, વડોદરામાં ખાખી અને ગુનેગારોની મિલીભગતનો પર્દાફાશ

  • Follow us on: