ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક સફળ ડિકોય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉકાઈ ખાતે મત્સ્યોદ્યોગ અધિક્ષક તરીકે ફરજ બજાવતા વર્ગ-3 ના અધિકારી તેજસ ચૌધરી સબસીડી મંજૂર કરવાના બદલામાં રૂપિયા 6,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ મચી ગયો છે.


સબસીડી પાસ કરવા માંગી હતી લાંચ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સબસીડીની યોજનાઓનો લાભ લેવા માટે અરજદારો પાસેથી લાંચની માંગણી કરવામાં આવતી હોવાની માહિતી એસીબીને મળી હતી. આરોપી તેજસ ચૌધરીએ એક કામના બદલામાં સબસીડી મંજૂર કરી આપવા માટે રૂપિયા 6,000 ની લાંચ માંગી હતી. જે બાદ એસીબીએ છટકું ગોઠવીને આ કાર્યવાહી હાથ ધરી હતી.

ACB ની ડિકોય કાર્યવાહી સફળ

એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉકાઈમાં ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જેવી તેજસ ચૌધરીએ લાંચની રકમ સ્વીકારી, કે તરત જ એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ દબોચી લીધો હતો. અધિકારી પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

કાયદેસરની કાર્યવાહી શરૂ

ACB એ આરોપી તેજસ ચૌધરીની અટકાયત કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, અધિકારીની અસ્કયામતો અને અગાઉના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી શકે છે. એસીબીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, લાંચિયા અધિકારીઓને છોડવામાં આવશે નહીં.


આ પણ વાંચો - Ahmedabad News: રબારી કોલોનીમાં નશાખોર કારચાલકનો આતંક, પાર્ક કરેલી કારને મારી ટક્કર, સમગ્ર ઘટના CCTVમાં કેદ


  • Follow us on: