અમરેલી જિલ્લાના ધારી ડિવિઝન હેઠળના ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર આજે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા લાખોની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.


બલાડા ચોકડી પાસે દારૂની બોટલનો કચ્ચરઘાણ

ધારીના ચલાલા નજીક આવેલી બલાડા ચોકડી પાસે એક ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની બોટલો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ બોટલો પર બુલડોઝર ચલાવીને તેનો કચ્ચરઘાણ વાળી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 12,845 બોટલોનો જથ્થો નષ્ટ કરાયો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 59,95,871 જેટલી થવા જાય છે.

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી

દારૂના નાશની આ કામગીરી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, એસડીએમ જાડેજા, નશાબંધી અધિકારી તેમજ પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. રાજ્યમાં નશાબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે સમયાંતરે પકડાયેલા મુદ્દામાલનો આ પ્રકારે નિકાલ કરવામાં આવતો હોય છે. આ ઘટનાને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Gujarat : નલ સે જલ યોજનામાં ગ્રાન્ટ ફાળવણી, 20 જિલ્લામાં ગેરરીતિની 54 ફરિયાદ




  • Follow us on: