ગુજરાત સરકારની દરેક ઘરે નળ વાટે શુદ્ધ પાણી પહોંચાડવાની 'નલ સે જલ' યોજના અત્યારે વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2024-25 દરમિયાન આ યોજના માટે કરવામાં આવેલી ગ્રાન્ટની ફાળવણી અને તેના વપરાશમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં આ યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાની કુલ 54 ફરિયાદો નોંધાઈ છે.


અમરેલી જિલ્લો ગેરરીતિનું કેન્દ્ર

આ યોજનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ સ્થિતિ અમરેલી જિલ્લાની જોવા મળી છે. આંકડાકીય વિગતો મુજબ, અમરેલીમાં ગ્રાન્ટની ફાળવણી ઓછી હોવા છતાં ત્યાં ગેરરીતિની સૌથી વધુ 10 ફરિયાદો નોંધાઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અમરેલીમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ કરતા ખર્ચનો આંકડો વધી ગયો છે, જે નાણાકીય શિસ્ત અને પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરે છે.

તપાસના ઘેરામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો

રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. પાઈપલાઈન નાખવામાં થયેલી બેદરકારી, હલકી ગુણવત્તાનું મટીરિયલ અને કાગળ પર કામ બતાવી નાણાં પાસ કરાવી લેવાના કૌભાંડોની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએ આ 54 ફરિયાદોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો---      Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ



  • Follow us on: