આણંદના પેટલાદમાં 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે અને કાશી, બનારસમાં ભાગવત સપ્તાહમાં લઈ જવા માટે રૂપિયા લીધા હતા અને પછી રુપિયા પરત પણ આપ્યા નહી અને ચિરાગ જોશી લઈ પણ ગયો નહી જેના કારણે સમગ્ર મામલો પેટલાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
કાશી,બનારસ લઈ જવાના બહાને છેતરપિંડી
આણંદના ખંભાતમાં ભાગવત સપ્તાહમાં લઈ જવાના બહાને ચિરાગ જોશીએ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, ખંભાતના ચિરાગ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી માગ લોકોએ કરી છે અને દક્ષિણા આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરાઈ છે, ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા અને તે ચેક બાઉન્સ થયા લોકોને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને ચિરાગ જોશી રૂપિયા લઈને ફરાર થયો છે, પેટલાદ પોલીસે અરજી લઇ વધુ તપાસ હાથધરી છે.













