આણંદ જિલ્લાના ભાલેજમાં આવેલી સુપ્રસિદ્ધ મલંગબાવા દરગાહમાં ગત રાત્રિએ ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા તસ્કરોએ દરગાહના પવિત્ર પરિસરમાં પ્રવેશીને ત્યાં સ્થાપિત સોનાના ગુંબજ અને મીનારાના કિંમતી ભાગોની ચોરી કરી છે. વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ અને દરગાહના સેવકો ત્યાં પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પવિત્ર ધર્મસ્થાનમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક મુસ્લિમ બિરાદરો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.


ધાર્મિક લાગણી દુભાઈ

ઘટનાની જાણ થતા જ ભાલેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચોરીની આ સમગ્ર હરકત દરગાહમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરોની અવરજવર સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. આ કેસની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસની સાથે આણંદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને ટૂંક સમયમાં તસ્કરોને પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Aravalli માં ગેરકાયદે ખનન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, આ ગંભીર અપરાધ છે, પર્યાવરણનું નુકસાન અસ્વીકાર્ય

  • Follow us on: