કાસોર ગામમાં રાંમજી મંદીર પાસે રહેતા અંમિતભાઈ જશભાઈ પટેલ અનાજ કરીયાણાનો વેપાર કરે છે, ગત પાંચમી જાન્યુઆરીનાં રોજ અમિતભાઈનાં પિતરાઈ ભાઈની દિકરીનાં લગ્ન હોવાથી તેઓ સવારે આઠ વાગે પરિવાર સાથે પીપલગ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને રાત્રે સાડા અગીયાર વાગે ઘરે પરત આવ્યા હતા તે સમય દરમિયાન તસ્કરોએ અમિતભાઈનાં મકાનનાં બીજા માળનાં બેડરૂમનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાંથી સોનાનાં દાગીનાંની ચોરી કરી હતી.


બેડરૂમનો પાછળનો દરવાજો તોડી ચોરી કરી

400 અમેરીકન ડોલર અને 200 કેનેડીયન ડોલર અને રોકડ રકમ સહિત 4.52 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,રાત્રે અમિતભાઈ અને તેમની પત્ની ધરે પરત આવતા બેડરૂમનો પાછળનો દરવાજો તુટેલો હતો તેમજ તીજોરી ખુલ્લી અને સામાન વેરણ છેરણ પડયો હતો,તેમજ તીજોરીમાંથી સોનાનાં દાગીનાં અને ડોલરની ચરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે સોજીત્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ડૉગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.

કૌટુંબિક ભાઈએ ચોરી કરી હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી

સોજીત્રા પોલીસે કાસોર ગામમાં ખાનગી બાતમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને નજીકમાં બ્રહ્મપોળમાં રહેતા કેતુલ પ્રવિણભાઈ પટેલ કે જે ફરીયાદી અમિતભાઈનો કૌટુંબિક ભાઈ હતો જેની પર શંકા જતા પોલીસે તેની ઝીણવટભરી પુછપરછ હાથ ધરતા પોલીસની કડક પુછપરછમાં કેતુલ પટેલ ભાંગી પડયો હતો અને તેણે ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પણ વાંચો : Vadodara News : વડોદારા એલસીબી ઝોન-3નો સપાટો, આઈસરમાંથી બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો


 

  • Follow us on: