અરવલ્લી જિલ્લામાં ગુનાખોરી સામે પોલીસે લાલ આંખ કરી છે. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પોક્સો (POCSO) અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે. પોલીસે અત્યંત ત્વરિત અને ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરીને આરોપીને કાયદાના શિકંજામાં લીધો છે.
ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતા
આ ગંભીર ગુનાની જાણ થતા જ ધનસુરા પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગ દ્વારા આરોપીના લોકેશન મેળવ્યા હતા. પોલીસની સતર્કતાને કારણે આરોપી નાસી છૂટે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.













