અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં  2 મકાનના તાળા તૂટ્યા છે. તસ્કરોએ મકાનોમાંથી 5 લાખની મતાની ચોરી કરી હતી


2 મકાનમાંથી 5 લાખ મતાની ચોરી કરી

મલેલી માહિતી પ્રમાણે મોડાસાની માણેકબા સોસાયટીના એક મકાનમાં ગત શનિવારે ચડ્ડી બનિયન ધારી ટોળકીએ બે મકાનને ટાર્ગેટ કરી 5 લાખ મતાની ચોરી કરી હતી

રહિશોમાં ભયનો માહોલ

તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી પ્રવેશ કર્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. આ સોસાયટીમાં ચોરીના બનાવો સતત બનતા રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

 ટાઉન પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ

સ્થાનિકો ચોરીના બનાવના કારણે રાતોના ઉજાગરા કરી રહ્યા છે. બીજી તરફ લોકોએ ટાઉન પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠાવ્યા છે..


આ પણ વાંચો----       Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા


  • Follow us on: