ગુજરાતમાં મોટા શહેરોમાં દારુ અને ડ્રગ્સની હેરાફેરીના બનાવો સામે આવતા હતાં. પરંતુ હવે નાના પંથકોમા પણ ડ્રગ્સનો વેપાર બેફામ પણે વધી રહ્યો છે. અરવલ્લીના બાયડમાં 71.750 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે. પોલીસે 3.10 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.


અરવલ્લીમાં 71.750 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું

અરવલ્લી જિલ્લાના બાયડના ચોઇલા ગામેથી પોલીસે 3.10 લાખનું 71.750 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર મામલે એનડીપીએસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધવલ ઉર્ફે રવિ રમેશ પટેલ અને જયકુમાર રવિશંકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજસ્થાનના ગોપાલને વોન્ટેડ જાહેર કર્યો છે. એમડી ડ્રગ્સના રેકેટ સામે એસએમસીની કામગીરી તેજ બની છે. 

આ પણ વાંચોઃ Gujarat News: ફરવા માટે દુબઈ ગયેલા સાબરકાંઠા અને ખેડાના 50 પ્રવાસીઓ ફસાયા


  • Follow us on: