ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધ વચ્ચે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયા હતાં. દુબઈ સહિતના દેશોમાં ગયેલા ગુજરાતીઓ વિમાની સેવા બંધ થવાને કારણે ફસાયા હતાં. આ ગુજરાતીઓને વતન પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા કરી હતી. બીજી તરફ સાબરકાંઠા અને ખેડાના 50 જેટલા લોકો દુબઈમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ફરવા માટે ગયેલા પ્રવાસીઓ યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.


ફરવા માટે ગયેલા ગુજરાતીઓ દુબઈમાં ફસાયા

સાબરકાંઠાના 10 અને ખેડાના નડિયાદના 40 લોકો દુબઈ ફરવા માટે ગયા હતાં. ફ્લાઈટ રદ થતાં તેઓ ભારત પરત ફરી શક્યા નથી. આ પ્રવાસીઓ દુબઈના મોહિસ્તા શહેરમાં ફસાયા છે. પ્રવાસીઓએ પરત આવવા માટે સરકાર પાસે મદદની માગ કરી છે. બીજી તરફ ખાડી દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા કવાયત કરવામાં આવી છે. આજે કૂલ 58 ફ્લાઈટ દ્વારા ભારતીયોને પરત લાવવામાં આવશે. અત્યાર સુધીમાં કૂલ 24 ફ્લાઈટમાં ભારતીયોને પરત લવાયા છે. ઈન્ડિગોની 30 અને એર ઈન્ડિયાની 23 ફ્લાઈટ ઓપરેટ થશે.

200 ગુજરાતીઓ અમદાવાદ પરત ફર્યા

અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા ગુજરાતીઓનું તેમના સ્વજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 200થી વધુ ગુજરાતીઓ પરત ફર્યા હતાં. સ્વજનોનું કહેવું હતું કે, અમારા પરિવારના લોકો યુદ્ધની સ્થિતિમાં ફસાઈ ગયા હતાં જે હવે પરત ફર્યા છે. સરકારે ફ્લાઈટની વ્યવસ્થા કરી જેના કારણે તેઓ પરત ફરી શક્યા છે. અમે સરકારનો આભાર માનીએ છીએ. સાઉદી અરબ ગયેલા લોકોને રિટર્ન ફ્લાઈટ કેન્સલ થવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 45 લોકોનું ગ્રુપ હતું જેને લાવવા માટે સરકારે બે દિવસમા જ વ્યવસ્થા કરી હતી.


આ પણ વાંચોઃ Ahmedabad News: યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા 200 ગુજરાતીઓ પરત ફર્યા


  • Follow us on: