દાહોદ તાલુકાના પાણીયા ગામે આજે વહેલી સવારે લોહી થીજી જાય તેવી ઘટના સામે આવી છે. ગામના તળાવની બાજુમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકો જ્યારે તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર મહિલાની લાશ પર પડી હતી, જે બાદ તાત્કાલિક ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું જણાતા પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે.


મહિલાના મૃતદેહથી ચકચાર

ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની ઓળખ વિધિ હાથ ધરી હતી. હત્યારાઓએ મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને તળાવ પાસે ફેંકી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમોને બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને મહિલા કોણ છે તથા તેની હત્યા પાછળનું કારણ શું હોઈ શકે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad માં હૃદયદ્રાવક ઘટના, સાબરમતી નદીમાં ઝંપલાવી માતા-પુત્રનો સામુહિક આપઘાત

  • Follow us on: