ગાંધીનગરના પોશ ગણાતા રાંદેસણ વિસ્તારમાં આવેલી વેદિકા હેપ્પી વેલી રેસીડન્સીમાં આઈપીએલ (IPL) મેચ દરમિયાન સટ્ટો રમાતો હોવાની બાતમી ગાંધીનગર એલસીબી-1 (LCB-1) પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેસીડન્સીના પાર્કિંગમાં ઓચિંતી રેડ કરી હતી, જ્યાં એક શખ્સ મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન મેચ પર હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો.


મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી ઓનલાઈન સટ્ટાના વ્યવહારો મળી આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી રૂ. 2,500 રોકડા અને સટ્ટો રમવા માટે વપરાતો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. કુલ રૂ. 12,500નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આરોપીને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે.

એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી

ક્રિકેટ મેચ પર ઓનલાઈન આંકડા લખીને કે આઈડી દ્વારા સટ્ટો રમતા તત્વો સામે ગાંધીનગર પોલીસ લાલ આંખ કરી રહી છે. પકડાયેલા શખ્સ વિરૂદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખ્સ કોની પાસેથી આઈડી લાવ્યો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Gandhinagar News: કોર્પોરેશન દ્વારા પેટ ડોગ રજીસ્ટ્રેશન ફીમાં વધારો કરાયો, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે


  • Follow us on: