મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે.
વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા
મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ પુરુ પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ગુજરાતની જે ખ્યાતિ છે તેમાં પોલિસી મેકિંગ માટે ગ્રાઉન્ડ રીપોર્ટ અને ફિડબેક આપવાનું મહત્વનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટના આયોજનથી લઈને એક્ઝીક્યુશનમાં પણ રાજ્ય સરકારની સાથે રહી છે.













