ગાંધીનગર મહાપાલિકા દ્વારા પેટ ડોગ રજીસ્ટ્રેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.અગાઉ રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા હતી તે વધારીને હવે ફી રૂ.250 કરવામાં આવી છે.અત્યાર સુધીમાં મહાપાલિકા હદ વિસ્તારમાંથી કુલ 619 જેટલા પેટ ડોગનું તેમના માલિકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.રજીસ્ટ્રેશન ફી વધારવા સાથે સમયમર્યાદામાં પણ ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.


રજીસ્ટ્રેશન મહાપાલિકામાં કરાવવું પડશે

હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ કૂતરા પાળવાનો શોખ રાખવો હોય તો તેનું રજીસ્ટ્રેશન મહાપાલિકામાં કરાવવું પડશે.સુપ્રિમ કોર્ટના નિર્દેશનો એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન, ધી કુઆલ્ટી ટુ એનીમલ એક્ટ-1960 તથા કેન્દ્ર સરકારની ડોગ્સ રૂલ્સ-2023 તથા હડકવા નાબુદ કરવા માટે 2030 સુધીમાં તમામ શ્વાનનું રસીકરણ, વસ્તી નિયંત્રણના અભિગમ હેઠળ ગુજરાત સહિત ગાંધીનગર શહેરમાં પણ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ગત વર્ષે ડિસેમ્બર મહિનાથી ફરજિયાત કરવામાં આવ્યું છે.

90 દિવસ સુધીની મુદત આપવામાં આવી હતી

હવે ઘરમાં શ્વાન રાખવો હોય તો તેની મહાપાલિકાને ચોપડે નોંધણી બતાવવી પડશે.અગાઉ પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન માટે 15 ડિસેમ્બર 2025થી 90 દિવસ સુધીની મુદત આપવામાં આવી હતી.આ સમયગાળામાં કુલ 523 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થવા પામ્યું હતું.તે પછી ગત 16 માર્ચથી 15 એપ્રિલ સુધી એક મહિનાની સમયમર્યાદા વધારવામાં આવી જેમાં વધુ 96 પેટ ડોગના રજીસ્ટ્રેશન થવા પામ્યા છે.


આ પણ વાંચોઃ Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ


  • Follow us on: