જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલી આદિનાથ રેસીડેન્સી પાસે એક યુવકની સરેઆમ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવકે થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, જેની અદાવત રાખીને એક શખ્સે તેના પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોર યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું.


હત્યાથી ચકચાર

આ ઘટનાની જાણ થતા જ જામનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, લવ મેરેજની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હાલ પોલીસે હુમલાખોરની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ધોળા દિવસે થયેલી આ હત્યાની ઘટનાને પગલે આદિનાથ રેસીડેન્સી વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : Dahod News : સંજેલીમાં આવાસ યોજનાના નામે મહાકૌભાંડ, 12 કરોડથી વધુની રકમ બારોબાર સગેવગે!


  • Follow us on: