જૂનાગઢમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. તેમને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ સામાન્ય લોકો પર હુમલાઓ કરી રહ્યા છે. આવામાં અસામાજિક તત્ત્વો દ્વારા વધુ એક હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રિક્ષા સાથે સ્કૂટર અથડાતા સહેજ રહી ગઈ તેમ છતા સ્કૂટર પર સવાર બે લોકો દ્વારા રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
સ્કૂટર ઉશ્કેરાઈ જતા ધોકા વડે રિક્ષા ચાલક પર તૂટી પડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ રેલવે સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વો દ્વારા એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલક જ્યારે પેટ્રોલ પંપ પર રિક્ષા રિવર્સ લઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળ ઉભી કરેલા સ્કૂટર સાથે અથડાતા સહેજ માટે રહી ગઈ હતી. આ બાબતે રિક્ષા ચાલક અને સ્કૂટર પર સવાર બે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સ્કૂટર ઉશ્કેરાઈ જતા ધોકા વડે રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતા.













