શોલે ફિલ્મ તો લગભગ તમામે જોઈ હશે. જેનો આઈકોનિક સીન પાણીની ટાંકી પર વિરુ દારૂ પીને ચડી જાય છે. જે બાદ પોતાની માંગણી સંતોષવા માટે નીચે કુદવાની ધમકી આપે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. જ્યાં એક યુવક દારૂના નશામાં પાંચમાં ચડીને નીચે કુદી જવાની ધમકી આપી રહ્યો હતો. દારૂના નશામાં આ યુવકે એક કલાક સુધી ભારે ધમાલ મચાવી હતી.
દારૂડિયો આત્મહત્યા કરવા પાંચમા માળે ચડ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ સિવિલમાં એક યુવક દારૂ પીને પાંચમાં માળે ચડી ગયો હતો. આ દારૂડિયો આત્મહત્યા કરવા પાંચમા માળે ચડ્યો હતો. તેણે એક કલાક સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી.જે બાદ હોસ્પિટલના સિક્યિુરિટી સ્ટાફે દારૂડિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂડિયા બેફામ બની રહ્યા છે.













