જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને મકાન ભાડે આપે શકાશે નહીં. એ માટેનું જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પડાયું
જૂનાગઢ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામધંધા અર્થે આવે છે.આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સ્થાનીકે ભાડેથી મકાન કે અન્ય એકમ લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીની પગલા આવશ્યક જણાય છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર બી.એસ.બારડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.













