આગામી મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) તહેવાર દરમિયાન જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડી સુરત ગ્રામ્ય વિસ્તારમાં અનેક મહત્વપૂર્ણ પ્રતિબંધો ફરમાવ્યા છે.જાહેરનામા અનુસાર કોઈ પણ વ્યક્તિ દ્વારા જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગો, રસ્તા, ફૂટપાથ તેમજ જોખમી ધાબાઓ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે.પતંગ ચગાવવા વપરાતી નાયલોન, સેન્થેટિક મટીરિયલ, સેન્થેટિક પદાર્થથી કોટેડ કે નોન-બાયોડિગ્રેડેબલ ચાઈનીઝ દોરી મેળવવા, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.


ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાડવા પર પણ રોક

ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ તેમજ ચાઈનીઝ સ્કાય લેન્ટર્નની ઓનલાઇન વેચાણ, આયાત, સંગ્રહ અને ઉપયોગ પર મનાઈ છે.જાહેરનામા મુજબ સવારના 6થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા, રેલવે ટ્રેક નજીક કે ઉપરથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. લોકોમાં ત્રાસ થાય તે રીતે ભારે અવાજમાં લાઉડસ્પીકર વગાડવા તથા લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાડવા પર પણ રોક લગાવવામાં આવી છે. જાહેરનામું 16 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે.સહેલાઈથી તૂટી શકે એવા માંજા પર પ્રતિબંધ લાગુ નહીં જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પરંપરાગત રીતે બનાવાતા, સંપૂર્ણપણે બાયો- ડિગ્રેડેબલ અને સહેલાઈથી તૂટી શકે એવા કોટનના માંજા પર પ્રતિબંધ લાગુ નહીં પડે.


Ahmedabad: કાંકરિયાની કૃષ્ણકુંજ સોસાયટી પાસે ગટર ઉભરાતા રહીશો બેહાલ


  • Follow us on: