જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં પ્રેમ પ્રકરણમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીએ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સામાજિક કારણોસર લગ્ન શક્ય ન હોવાથી હતાશામાં આવીને આ પ્રેમી યુગલે આત્યંતિક પગલું ભરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


પાડોશમાં રહેતા હતા પ્રેમીઓ

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં રહેતા આ પ્રેમી પંખીડાઓ પાડોશમાં જ રહેતા હતા અને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. તેઓ સાથે મળીને લગ્ન કરી નવું જીવન શરૂ કરવા માંગતા હતા, પરંતુ કોઈ કારણોસર તેમના પ્રેમ લગ્ન શક્ય ન હોવાનું તેમને જણાયું હતું. પરિવાર કે સમાજ આ સંબંધને સ્વીકારશે નહીં તેવા ડર અને દુઃખમાં બંનેએ સાથે મળીને ઝેરી દવા પી લીધી હતી.

તપાસ અને સારવાર

ઝેરી દવા પી લેતા બંનેની તબિયત લથડી હતી, જેની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ કેવી છે તે અંગે તબીબી નિરીક્ષણ હેઠળ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. ગામમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે.


આ પણ વાંચો - Veraval: જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી


  • Follow us on: