જૂનાગઢમાં 11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેળાની તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે.
20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ
કુલ 20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પીવાનું પાણી અને આરોગ્ય સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.













