જૂનાગઢના વંથલીના સ્ટેશન ઝાંપા વિસ્તારમાં મોડી રાત્રે હિંસક ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ પ્રેમ પ્રકરણની અદાવતમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવકને ઇજા તથતાં તેને સારવાર માટે ખસેડાયો છે.


યુવકનું મોત

વંથલી સ્ટેશન ઝાંપા વિસ્તારમાં હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં 25 વર્ષીય તાજીમ મુસાભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય યુવાન શકીલ રજાકભાઈ જેઠવા ગંભીર ઇજાગ્રસ્ત છે.

આડેધડ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

હુમલાખોરોએ આડેધડ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત શકીલને તરત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલના સ્રોતોએ જણાવ્યું છે.

પોલીસે તપાસ શરુ કરી

હિંસક ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા

  • Follow us on: