જૂનાગઢ શહેરમાં હાર્વેસ્ટર માલિકે કરેલી મોટી ઠગાઈ અને છેતરપિંડી સામે આવી છે. આરોપી વિરેન્દ્રસિંહે વળતર મેળવવા માટે બનાવટી વીમા પોલિસી બનાવી અને સરકારી કાગળોમાં છેડછાડ કરી કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.


આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નામે ખોટી અને બોગસ વીમા પોલિસી તૈયાર કરી

તપાસમાં ખબર પડી કે આરોપી એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નામે ખોટી અને બોગસ વીમા પોલિસી તૈયાર કરી હતી. અકસ્માત ક્લેમ દરમિયાન ખોટા પુરાવા રજૂ કરીને છેતરપિંડી કરી વળતર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ

હરિયાણાના શખ્સે આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન ખોટી પોલિસી સાચી ઠેરવવા માટેના પ્લાનનો પર્દાફાશ કર્યો અને આરોપીને ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી શરુ કરાઇ છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા


  • Follow us on: