ભવનાથમાં મેળા પહેલા સાધુઓ સંબંધિત બે હિંસક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.


બે અજાણ્યા સાધુઓએ વૃદ્ધને માર માર્યો

પ્રથમ ઘટનામાં બે અજાણ્યા સાધુઓએ વૃદ્ધને માર માર્યો હતો. અન્નક્ષેત્રની સાફ-સફાઈ અને રસ્તા માટેનો વિવાદ થયા બાદ મારામારી થઇ હતી જેમાં ​ફરિયાદીને ગાળો આપી પથ્થરો વડે ઈજા પહોંચાડાઇ હતી

જૂના અખાડાના સાધુ પર હુમલો

બીજી ઘટનામાં જૂના અખાડાના સાધુ પર હુમલો થયો હતો. ભવનાથમાં અન્નક્ષેત્રની જગ્યા ભાડે આપવા મુદ્દે ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. આ હુમલામાં સાધુને નીચે પછાડી, આંખ પાસે પથ્થરનો ઘા ઝીંકવામાં આવ્યો.

ભવનાથ પોલીસે બંને મામલામાં ગુનો નોંધ્યો

ભવનાથ પોલીસે બંને મામલામાં ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live :અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં બેદરકારી સામે આવી, વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં ઈરાદાપૂર્વક કેમિકલ ભેળવ્યું, વિદ્યાર્થી બેભાન

  • Follow us on: