જુનાગઢ જિલ્લાની વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર પી.જી. વઘાસીયા અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.


ટેન્ડર અને હિસાબ સંબંધિત મુદ્દે બોલાચાલી

મળેલી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત પાલિકાના ટેન્ડર અને હિસાબ સંબંધિત મુદ્દે બોલાચાલી દરમિયાન થઈ હતી.

સામ સામે પોલીસમાં અરજી

ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખ્સો આ મામલે પોલીસમાં અરજી કરાઇ છે, તો સામે પક્ષે ભાજપના નગરસેવક દ્વારા પણ ચીફ ઓફિસર પી.જી. વઘાસીયા સામે અરજી કરવામાં આવી છે.

વીડિયો વાયરલ

બંને પક્ષો વચ્ચેની માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

સામ સામે આરોપો

ઉપપ્રમુખ અને અન્ય બે શખ્સોએ ચીફ ઓફિસરને અપશબ્દો બોલી ધમકી આપવાનો આક્ષેપ કરાયો છે, જ્યારે ઉપ પ્રમુખે પણ આરોપ લગાવ્યો છે કે ચીફ ઓફિસરે પણ ચેમને છરી બતાવી હતી

પોલીસે તપાસ શરુ કરી

પોલીસ દ્વારા બંને પક્ષ દ્વારા કરાયેલી અરજીના અનુસંધાનમાં તપાસ શરુ કરી દેવાઇ છે. જો કે સીઓની કેબિનમાં બનેલી આ ઘટનાના કારણે પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો..


આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે



  • Follow us on: