ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગૌવંશ કતલ મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેવાલિયાના અંગાડીમાં ગુપ્ત રીતે ચાલતા કતલખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ભારે માત્રામાં ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પશુ ક્રૂરતા આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
LCB ની ટીમ ત્રાટકી, કસાઈઓ ઝડપાયા
LCB ના PSI એમ.એચ. રાવલ ને અંગત બાતમી મળી હતી કે, સેવાલિયાના અંગાડી વિસ્તારના નિર્જન સ્થળે ગેરકાયદેસર રીતે ગૌવંશનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવતા ત્યાં ગૌવંશની કતલ કરતા કસાઈઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ઇરફાન બેલીમ, ઇલ્યાસ બેલીમ, સહીદ બેલીમ અને સદ્દામ કુરેશી સહિતના શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













