ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકામાં લાંબા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો વણઉકેલાયેલા રહેતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ એકત્ર થઈ કપડવંજ નગરપાલિકા કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.


જીતુ બારૈયાની અધ્યક્ષતામાં રજૂઆત

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની અધ્યક્ષતામાં આજે સફાઈ કામદારો પાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા. કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, કપડવંજ પાલિકા તંત્ર દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નો પર લાંબા સમયથી ધ્યાન આપવામાં આવતું નથી. આ કાર્યક્રમમાં સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મુખ્ય માંગણીઓ અને પડતર પ્રશ્નો

  • સફાઈ કામદારોની નવી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી.
  • વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા.
  • બાકી નીકળતા એરિયર્સની રકમની વહેલી તકે ચુકવણી કરવી.
  • અન્ય આનુષંગિક સુવિધાઓ અને હકો પૂરા પાડવા.

સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી સમયમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં ભરશે. આ રજૂઆતને પગલે પાલિકાના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


આ પણ વાંચો - Kheda News : ખેડાના ડાકોરમાં ચાલુ કારે નબીરાઓએ પીધુ બિયર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો


  • Follow us on: