કચ્છની શાન ગણાતા ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં આજે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા તળાવ કાંઠે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.


ફાયર વિભાગની કામગીરી

ઘટનાની જાણ થતા ભુજ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ તળાવના પાણીમાંથી વૃદ્ધના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ હોવાનું જણાઈ આવ્યું છે, પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

પોલીસ તપાસ

પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. આ આત્મહત્યાનો બનાવ છે કે, અકસ્માતે પગ લપસવાથી વૃદ્ધ તળાવમાં પડી ગયા હતા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી ચકાસવાનું પણ શરૂ કર્યું છે, જેથી મૃતકની ઓળખ થઈ શકે.


આ પણ વાંચો - Kutch News: કંડલા SEZની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો


  • Follow us on: