ગુજરાતના બે મહત્વના શહેરો રાજકોટ અને ભુજની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના ન્યાયતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ઈમેઈલ મારફતે મળેલી આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી કોર્ટ સંકુલો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ચેકિંગ દરમિયાન રાજકોટની કોર્ટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જ્યારે કચ્છની કોર્ટમાં હાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ભુજ કોર્ટમાં ફરીવાર ધમકીભર્યો ઈમેઈલ
કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી કોર્ટને ફરી એકવાર ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગાઉ પણ ભુજ કોર્ટને આ પ્રકારે નિશાન બનાવવાની ધમકી મળી ચૂકી છે, ત્યારે ફરીવાર આવો જ મેસેજ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ધમકી મળતા જ કોર્ટ સંકુલમાં હાજર વકીલો, અસીલો અને સ્ટાફને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર સંકુલને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે.













