સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. લીંબડીથી રાસ્કા ગામને જોડતા રોડ પર અજાણ્યા તસ્કરોએ અંદાજે 80થી વધુ વીજ થાંભલા (પોલ) પરથી વીજ વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ખેતીની સિઝન ટાણે જ અંધારપટ
રાસ્કા રોડ પર થયેલી આ સામૂહિક ચોરીને કારણે વિસ્તારનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હાલમાં ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વીજળી ગુલ થઈ જતાં ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખોની કિંમતના વાયરની ચોરી થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.













