આ પ્રક્રિયા હેઠળ ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ13BN ના તમામ નંબરો માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ સત્તાવાર વેબસાઈટ http://parivahan.gov.in/fancynumber પર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.


60 દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થશે અને તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થઈને તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે, તેઓએ વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અરજદારોએ સી.એન.એ. ફોર્મ ભરેલ હોય, તેઓ વાહનની વેચાણ અથવા વીમા તારીખથી ૬૦ દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે. નિર્ધારિત સમય મર્યાદા બહારની અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.

ઈ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે

ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અરજદારોએ તા.૧૬/૦૩/૨૦૨૬ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, સફળ અરજદારોએ બીડિંગની રકમ ભરપાઈ કર્યા બાદ તેની રસીદ સાથે દિન-૦૫ માં કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. આ પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે અરજદારો આર.ટી.ઓ. કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ ખાતે સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો : Gandhinagar News : યુવાનોમાં સાહસ અને શૌર્ય જગાડતી 'ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા' અંતર્ગત સ્પર્ધકોને રૂ.4 લાખ સુધીનું વીમા કવચ અપાયું



  • Follow us on: