આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે લીંબડી એસટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે લીંબડી ડેપો મેનેજર દ્વારા ખાસ બેઠક યોજી ડ્રાઈવર અને કંડક્ટરોને સંવેદનશીલ અભિગમ અપનાવવા સૂચના આપવામાં આવી છે.
કોઈપણ પાસ પર મુસાફરી કરવાની છૂટ
સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી અને ચુડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જો વિદ્યાર્થી પાસે લોકલ બસનો પાસ હોય અને એક્સપ્રેસ બસ આવે, તો પણ તેને અગ્રતા આપી બેસાડી લેવા આદેશ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર-કંડક્ટરોને સૂચના અપાઈ છે કે, કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થી પરીક્ષા માટે મોડો ન પડવો જોઈએ.













