મહેસાણામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરતા એક ખાનગી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટની પ્રક્રિયામાં વહીવટ કરવાના નામે લાંચ માંગનારા અમિત પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણામાં કાર્યરત BND એનર્જી ફિટનેસ સેન્ટરમાં અમિતકુમાર પટેલ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. એક રિક્ષા ચાલકને પોતાની લોડિંગ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હતું. આ સરકારી પ્રક્રિયાને સરળ બનાવવા અથવા કામ કરી આપવાના બદલામાં અમિત પટેલે રિક્ષા ચાલક પાસે 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.













