મોરબી શહેરમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાનમાં આવી છે. નવલખી રોડ પર આવેલ એક ખાનગી હોલમાં રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની બાતમી મળતા જ VHP ના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
100 થી વધુ લોકોની હાજરીમાં પ્રાર્થના સભા
ઘટનાની મળતી વિગતો અનુસાર, નવલખી રોડ પરના એક હોલમાં રવિવારની રજાના દિવસે 100 થી વધુ લોકો એકઠા થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે, ક્રિશ્ચન ધર્મ સાથે જોડાયેલા લોકો દ્વારા સ્થાનિકોને લાલચ આપીને અથવા લોભ-લાલચ બતાવીને ધર્મ પરિવર્તન કરાવવાની કવાયત ચાલી રહી હતી. આ સભામાં પ્રાર્થનાના બહાને લોકોને અન્ય ધર્મ તરફ વાળવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.













