મોરબીમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને અલગ-અલગ વિસ્તારમાં કારના કાચ તોડી આતંક મચાવ્યો છે, અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ છે, રોડ પર રહેલી કારના કાચ તોડયા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.


મોરબીમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ

મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે જેમાં રાત્રિ દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં 15 જેટલી કારના કાચ તોડીને નુકસાન પહોંચાડયું છે, શહેરમાં જીઆઇડીસી મેઇન રોડ ,છાત્રાલય રોડ,મુમનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં કારના કાચ તોડીને નુકસાન પહોંચાડયું છે, ઘર કે રોડપર પાર્ક કરેલી જુદી જુદી 15 જેટલી કારમાં અજાણ્યો શખ્સો દ્વારા નુકસાન કરાયું છે.

મોરબીમાં લોકોનો અસમાજિક તત્વો સામે રોષ

તો કારના કાચ તૂટતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, આવા અસામાજિક તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.


આ પણ વાંચો : Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો


  • Follow us on: