હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે આવેલી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી આજે એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ પટેલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે આર્થિક ભીંસના કારણે આ અંતિમ ડગલું ભર્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા લાશનું રેસ્ક્યુ
બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ કેનાલના પાણીમાંથી જયસુખભાઈનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.













