ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલી દારૂબંધીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મોરબીમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી હતી. મોરબીના હળવદ અને ટંકારામાં પોલીસે રેડ પાડીને દેશીદારૂના અડ્ડા પરથી દારૂનો જથ્થો અને આથો ઝડપી પાડ્યો હતો.
દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકી
મોરબીના ટંકારા અને હળવદમાં પોલીસે અલગ અલગ 10 જેટલી જગ્યાઓ પર રેડ પાડી હતી. આ જગ્યાઓ પર ધમધમી રહેલા દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસે 61 લિટર દારુ અને 100 લિટર દારૂનો આથો જપ્ત કર્યો હતો.પોલીસે હળવદના કડીયાણા, નવા કડીયાણા, ચરાડવા, રાયસંગપુર, સુરવદર, ગોલાસણ સહિતના ગામોમાં દરોડા પાડ્યા હતાં. જ્યારે ટંકારાના વીરપુર જીઆઈડીસી પાસે, સરાયા તરફ જવાના રસ્તા પર અને હડમતિયા પાસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.













