પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા બેફામ ડમ્પર ચાલકે એક રાહદારી વૃદ્ધને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો બેફામ ચાલતા ડમ્પર સામે રોક લગાવવામાં આવે તેવી માગ પણ કરી રહ્યા છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ચાણસ્મા તાલુકાના ધીણોજ પાસે આવેલી મોટપ ચોકડી પર આ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા એક ડમ્પરના ચાલકે વળાંક લેતી વખતે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લીધા હતા. ડમ્પરનું ટાયર વૃદ્ધ પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.













