સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મ આચરીને આજાણ્યા શખ્સ દ્વારા ગર્ભવતી બનાવી દેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે લોકોમાં આ અંગે રોષની લાગણી પણ ફેલાઈ છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-દસાડા તાલુકામાં આવેલા એક ગામની અસ્થિર મગજની સગીરા સાથે અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે સગીરાનું પેટ ઉપસી આવ્યું ત્યારે માતાને શંકા જતા ડોક્ટર પાસે તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. અજાણ્યા નરાધમે આ 17 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.













