ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજકોટમાં વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 માં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં રાજકોટ મનપા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રજાના બદલામાં લાંચની માંગણી
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક કર્મચારીની રજા સરભર કરવાના બદલામાં આરોપી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલે રૂપિયા 2,000 ની લાંચની માંગણી કરી હતી. કર્મચારી પોતાની હકની રજાઓ મંજૂર કરાવવા માંગતા હતા, પરંતુ આરોપીએ વહીવટ કર્યા વગર કામ કરી આપવાનો ઇન્કાર કર્યો હતો. આખરે રકઝક બાદ રૂપિયા 1,000 આપવાનું નક્કી થયું હતું.













