રાજકોટમાં નકલી દવાના કૌભાંડમાં એક પછી એક કડીઓ જોડાઈ રહી છે, જેમાં હવે સુરત અને અમદાવાદનું કનેક્શન બહાર આવ્યું છે. રાજકોટના 'શાયોના ફાર્મા એન્ડ ડિસ્ટ્રિબ્યુટર'ના હિરેન ભુવાએ આ મામલે નિવેદન આપ્યું છે કે તેમણે મલ્ટી વિટામીનની આ દવાઓ સુરતની એક ફાર્મા કંપની પાસેથી મંગાવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દવાઓમાં જરૂરી કન્ટેન્ટ યોગ્ય માત્રામાં નહોતા. ચોંકાવનારી વાત એ છે કે સુરતની કંપની આ દવાઓ અમદાવાદના 'ચંદન ફાર્મા' પાસેથી મંગાવતી હતી, જે અન્ય કોઈ ઉત્પાદક પાસેથી માલ ખરીદતું હતું. આમ, આ નકલી દવાનું નેટવર્ક અનેક શહેરોમાં ફેલાયેલું હોવાનું જણાય છે.


નકલી દવાનું જાળું

આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આખા સપ્લાય ચેઈનની કડક તપાસ શરૂ કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ડિસ્ટ્રીબ્યુટરની દુકાને પહોંચી ત્યારે આ સમગ્ર ગેરરીતિ સામે આવી હતી. હાલમાં વિવિધ ફાર્મા કંપનીઓના દસ્તાવેજો અને દવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે. જો આ તપાસમાં મોટા પાયે નકલી દવાઓનું ઉત્પાદન સાબિત થશે, તો અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Aravalli News : મેઘરજમાં પતિએ પત્નીની હત્યાનો કર્યો પ્રયાસ, બંને પગ તોડી નાખી ધમકી આપી ફરાર



  • Follow us on: