રાજકોટના જસદણમાં અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેમાં આરોપી મોહન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને અમદાવાદ લઈ જઈ 12 દિવસ સુધી દુષ્કર્મ કર્યું, જસદણ પોલીસે આરોપીને વાડી વિસ્તારથી પકડ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


જસદણ અને વિછીયા તાલુકામાં અવારનવાર દુષ્કર્મની ઘટના ઘટતી હોય છે

જસદણ પંથકમાં વધુ એક અપહરણ કરી ધાક ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જસદણના શિવરાજપુર ગામના મોહનભાઈ પુનાભાઈ પરમાર નામના 45 વર્ષીય વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, મોહન પરમાર પોતાની કારમાં દોરાના કારખાનામાં ભાડા પેટે મજરોને લઈ જતો હતો અને તે દરમિયાન તે યુવતીના પરિચયમાં આવ્યો હતો,

યુવતીનું અપહરણ કરી 12 દિવસ સુધી અમદાવાદ રાખી

મોહન પરમારે યુવતીને એવું કહ્યું કે, કારખાનાની બધી છોકરીઓ ફરવા જાય છે અને બધી ચોટીલા છે મને તને તેડવા માટે મોકલ્યો છે. તેમ કહી ચાર તારીખના રોજ યુવતીનું અપરણ કરી અમદાવાદ લઈ ગયો ત્યાં તેમને કોઈ એક જગ્યાએ 12 દિવસ સુધી અવારનવાર અપરણિત યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જસદણ પોલીસે મોહન પરમારને જસદણ તાલુકાના વાડી વિસ્તારમાંથી પકડી અને યુવતીને તેના સકંજામાંથી છોડાવી હતી.


આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લા સેવા સદનના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપવાસ,ધરણા કે સભાનું નહી કરાય આયોજન


  • Follow us on: