રાજકોટ જિલ્લામાં ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આવા અસામાજિક તત્ત્વો બેફામ બની સામાન્ય નાગરિકોને ડરાવતા, ધમકાવતા અને હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આવા લુખ્ખા તત્ત્વોને પોલીસ કે કાયદાનો કોઈપણ ડર રહ્યો ન હોય તેમ ગુનાની ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. આવામાં રાજકોટમાં વધુ એક હુમલો થવાની અને જમીન પર કબ્જો કરવાના પ્રયાસની ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. આ સાથે લોકો આવા અસામાજિક લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટમાં પાળ ગામમાં ભૂમાફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ અસામાજિક તત્ત્વો ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરવા માટે ડરાવતા, ધમકાવતા અને લોકો પર હુમલો કરે છે. પાળ ગામની કિંમતી જમીન સર્વે નંબર 1002 પર ગેરકાયદે કબ્જાનો પ્રયાસ કરવા અસામાજિક તત્ત્વો દ્વારા અમિષ રામાણી નામના શખ્સ પર 9 અને 10 ડિસેમ્બરના રોજ બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.













