રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળના વિરપુર પોલીસ સ્ટેશને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા એક મોટી સફળતા મેળવી છે. વિરપુર-ગોંડલ હાઈવે પર આવેલા ઈન્દ્રપ્રસ્થ ગેઈટની અંદર ખુલ્લા મેદાનમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ (એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી) થઈ રહ્યું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી

વિરપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઈન્દ્રપ્રસ્થ ગેઈટ પાસેના મેદાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઓચિંતી રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે આરોપી રિયાજ આમદભાઇ હેરંજાને રંગેહાથ પકડી લીધો હતો.

45.43 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા આ સ્થળેથી વિદેશી દારૂની બોટલો, હેરાફેરીમાં વપરાયેલા વાહનો અને અન્ય સાધનો મળી કુલ 45,43,060/- નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Rajkot News: નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ


  • Follow us on: